સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં ગેસથી બેભાન થઈ 4 કર્મચારી પડ્યા, 2ને બચાવ્યા, 2ની શોધ ચાલુ

અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં ગેસથી બેભાન થઈ 4 કર્મચારી પડ્યા, 2ને બચાવ્યા, 2ની શોધ ચાલુ

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા AMCના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ખાતે ગુરુવારે વેલ્ડિંગ કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. વેલ્ડિંગ કરતી વખતે ગેસ બનવાના કારણે ચાર કર્મચારીઓ બેભાન થઈને પ્લાન્ટની અંદર પડી ગયા હતા. તેમાંથી બે કર્મચારીઓને બચાવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના સોલાના ડ્રેનેજ પંપિંગ સ્ટેશન મેઇન રોડ પર બની હતી. HNB એજન્સી નામની કંપનીના ચાર કર્મચારીઓ સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ગેસ બનવાને કારણે તેઓ બેભાન થઈ ગયા અને પ્લાન્ટની અંદર પડી ગયા હતા.

ફાયર ઓફિસરે જણાવ્યું કે, “અમને ઘટનાનો કોલ મળતાં જ ફાયરની ટીમને રેસ્ક્યૂ માટે રવાના કરી દેવામાં આવી હતી.” હાલમાં બે કર્મચારીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના બે કર્મચારીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે.