અમદાવાદના શેલા રોડ પર સોમવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. રસ્તા પરથી કચરો એકઠો કરતા એક સગીરને ઝડપથી આવી રહેલા ટેમ્પાએ ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના શેલા વી.આઈ.પી. રોડ પર બની હતી. ટેમ્પાની ટક્કરથી સગીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બોપલ પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ મૃતક કચરો ઉપાડવાનું કામ કરતો હતો. જોકે, પોલીસે હજુ સુધી મૃતકનું નામ, ઉંમર કે અન્ય ઓળખ જાહેર કરી નથી. અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને તેમાં ટેમ્પા ચાલકની ભૂમિકા શું હતી, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.