સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: SG હાઈવે પર 4 કિમી લાંબો 6 લેન એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે ખુલશે

અમદાવાદ: SG હાઈવે પર 4 કિમી લાંબો 6 લેન એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે ખુલશે

અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે બનાવવામાં આવેલો નવો એલિવેટેડ કોરિડોર 9 નવેમ્બરે લોકો માટે ખુલ્લો મુકાશે. આ કોરિડોર ઇસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીનો છે અને તેની લંબાઈ લગભગ 4 કિલોમીટર છે. તે 6 લેનનો છે અને તેના નિર્માણ પર અંદાજે રૂ. 500 કરોડનો ખર્ચ થયો છે.

આ પ્રોજેક્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.

આ બ્રિજને કારણે પ્રહલાદનગર અને કર્ણાવતી વિસ્તારના લોકોને ટ્રાફિકમાંથી રાહત મળવાની અપેક્ષા છે. અંદાજે દરરોજ 2 લાખ વાહનચાલકોને આ પ્રોજેક્ટનો લાભ મળશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકોને ઝડપી અને સરળ મુસાફરીનો વિકલ્પ મળશે, જેથી તેમનો સમય પણ બચશે.

શહેરના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ બ્રિજ એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે.