સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરી ઝડપાઈ, 130 કિલો રસાયણો જપ્ત

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરી ઝડપાઈ, 130 કિલો રસાયણો જપ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોહમ્મદી પાર્ક નજીક આવેલા એક મકાનના ભોંયરામાંથી પોલીસે નશીલા પદાર્થ બનાવવાની ગુપ્ત ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આરોપી એમ.એમ. પઠાણના કબજામાંથી MD ડ્રગ્સ બનાવવા માટે વપરાતા 20 પ્રકારના કેમિકલ સહિત કુલ 130.61 કિલો રસાયણો જપ્ત કર્યા છે.

આ ઉપરાંત, સ્થળ પરથી પ્રવાહી અને પાવડર સ્વરૂપમાં 27.55 ગ્રામ શંકાસ્પદ મેફેડ્રોન પણ મળી આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઇન્ટરનેટની મદદથી ડ્રગ્સ બનાવવાની રીત શીખતો હતો. બહારની ગતિવિધિઓ પર નજર રાખવા માટે મકાનમાં CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા.

જોકે, આરોપી ડ્રગ્સ બનાવવામાં સફળ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.