સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: સરદારનગરમાં વાસ્તુ પૂજન વખતે દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ, પોલીસ તપાસ શરૂ

અમદાવાદ: સરદારનગરમાં વાસ્તુ પૂજન વખતે દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ, પોલીસ તપાસ શરૂ

અમદાવાદના સરદારનગરની નંદીગ્રામ સોસાયટીમાં વાસ્તુ પૂજન પ્રસંગે જાહેરમાં દારૂની પાર્ટી થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં એક મહિલા હાથમાં બીયરની બોટલ લઈને નાચતી દેખાય છે, જ્યારે કેટલાક યુવકો એક પાત્રમાં દારૂ અને સોડા મિક્સ કરતા જોવા મળે છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ વીડિયો નંદીગ્રામ સોસાયટીના શિવ બંગલોઝનો હોવાનું જણાય છે. ઘરના શુભ પ્રસંગે દારૂની મહેફિલ યોજાઈ હોવાની વાત સામે આવતા આ મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયોની ઇન્સ્ટા સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર શેર થતા વાત વધુ ફેલાઈ છે.

આ પ્રસંગમાં ભાજપના નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી હાજર રહ્યા હોવાનું જણાવાયું છે. જોકે, રિપોર્ટ અનુસાર દારૂની પાર્ટી ચાલી ત્યારે તેઓ ત્યાં નહોતા.

આ વીડિયો સામે આવ્યા બાદ સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે. સરદારનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે પોલીસ વીડિયોના આધારે મહેફિલમાં સામેલ લોકોની ઓળખ કરી રહી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી છે.