અમદાવાદમાં સોમવારે ભારે વરસાદને કારણે આરટીઓનો ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બપોરે 1 વાગ્યા સુધી બંધ રહ્યો હતો. જ્યારે ફોર-વ્હીલરનો ટેસ્ટ ચાલુ રહ્યો હતો.
આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી 80 લોકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી, પરંતુ વરસાદના કારણે ટુ-વ્હીલર ટેસ્ટ લઈ શકાયા ન હતા. આ લોકોને ફરીથી એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે.
આરટીઓના નવા ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાવાની સમસ્યા હવે ઓછી થઈ છે. જૂના ટેસ્ટ ટ્રેકમાં મધ્યમ વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હતું અને બે દિવસ સુધી ટેસ્ટ બંધ રાખવો પડતો હતો. નવા ટ્રેકમાં આ સમસ્યા જોવા મળતી નથી.