સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ RTOમાં બીજો AI ટ્રેક: 6-8 મહિનામાં વેઇટિંગ ઘટાડવાની તૈયારી

અમદાવાદ RTOમાં બીજો AI ટ્રેક: 6-8 મહિનામાં વેઇટિંગ ઘટાડવાની તૈયારી

અમદાવાદ RTO ખાતે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયાને દોઢ મહિનો થયો છે. હાલમાં એક જ ટ્રેક હોવાથી અરજદારોને લાંબી રાહ જોવી પડી રહી છે. પાકા લાયસન્સ માટે ફોર-વ્હીલરમાં 50-55 દિવસ અને ટુ-વ્હીલરમાં 30 દિવસનું વેઇટિંગ છે.

RTO અધિકારીના જણાવ્યા અનુસાર, વેઇટિંગ ઘટાડવા માટે આગામી 6-8 મહિનામાં બીજો AI ટ્રેક શરૂ કરવાની યોજના છે. નવા ટ્રેકના કારણે વેઇટિંગમાં 50% સુધીનો ઘટાડો થશે, જેનાથી અરજદારોને સરળતા મળશે.

AI સિસ્ટમ શરૂ થયા બાદ પ્રથમ મહિનાના આંકડાઓ દર્શાવે છે કે ફોર-વ્હીલર (LMV) માટે ટેસ્ટ આપનારા 2060 અરજદારોમાંથી માત્ર 17.38% જ પાસ થયા છે, જ્યારે ટુ-વ્હીલરમાં આ દર 73.73% (કુલ 3456 અરજદારોમાંથી) છે.

ફોર-વ્હીલરમાં નાપાસ થનારા મોટાભાગના (80%) લોકો પેરેલલ પાર્કિંગમાં ભૂલ કરે છે. ટુ-વ્હીલરમાં 85% અરજદારો ટ્રેકના છેલ્લા ટર્નમાં પગ નીચે મૂકી દેવાથી નાપાસ થાય છે. RTOના જણાવ્યા મુજબ, અપૂરતી કૌશલ્ય અને ડેમો વીડિયોની અવગણના પણ મુખ્ય કારણો છે.