સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં રિક્ષા હડતાળ દરમિયાન મુસાફરોને હેરાન કરનારા સામે પોલીસ કમિશનરનો કડક આદેશ

અમદાવાદમાં રિક્ષા હડતાળ દરમિયાન મુસાફરોને હેરાન કરનારા સામે પોલીસ કમિશનરનો કડક આદેશ

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ દરમિયાન કાયદો હાથમાં લઈને મુસાફરોને પરેશાન કરવાના કિસ્સા સામે આવ્યા છે. હડતાળમાં ન જોડાયેલા રિક્ષા ચાલકો અને ઓનલાઈન ટુ-વ્હીલર ચાલકોને રોકી, બળજબરીથી મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા.

પોલીસ કમિશનરે આવા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જો કે, પોલીસની પૂર્વતૈયારી પર સવાલો ઊઠ્યા છે.

હડતાળના કારણે સિનિયર સિટીઝન સહિત અનેક મુસાફરોને અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા. ટ્રેન પકડવા જઈ રહેલા લોકો સમયસર સ્ટેશન ન પહોંચી શક્યા અને કેટલાકને વધુ ભાડું ચૂકવવું પડ્યું. કેટલાક કિસ્સામાં દંડા બતાવીને ધમકીઓ આપવામાં આવી અને રિક્ષાની ચાવી પણ છીનવી લેવામાં આવી.

રિક્ષા ચાલકોની મુખ્ય માંગ ઓનલાઈન એપ્લિકેશન પર ભાડા વધારવાની અથવા તેને બંધ કરવાની છે. આ વિવાદને પગલે પોલીસે કાર્યવાહી કરી છે, પરંતુ શહેરમાં આવી હડતાળની પૂર્વસૂચના મળી હોવા છતાં વ્યવસ્થા ન બાંધવા બદલ પ્રશ્નો ઊઠી રહ્યા છે.