દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ અને રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ ટ્રેન કુલ ચાર ફેરા કરશે અને તેનું ભાડું વિશેષ દરે રહેશે.
ટ્રેન નંબર 09441 અમદાવાદથી દર બુધવારે રાત્રે 23:55 વાગ્યે ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 વાગ્યે રાજગીર પહોંચશે. આ ટ્રેન 4 અને 11 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
પરત ફરતી વખતે ટ્રેન નંબર 09442 રાજગીરથી દર શુક્રવારે સવારે 09:55 વાગ્યે ઉપડશે અને શનિવારે સાંજે 18:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 6 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે.
આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.