સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં થોડા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં જળભરાવ, વાહનચાલકોને હાલાકી

અમદાવાદમાં થોડા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં જળભરાવ, વાહનચાલકોને હાલાકી

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રહલાદનગર, શ્યામલ, પકવાન, ઈસ્કોન, જોધપુર ચાર રસ્તા, શિવરંજની અને સીજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

થોડા જ સમયમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માણેકબાગ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં હાલાકી પડી હતી. શહેરના કેટલાક સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહનચાલકોને પસાર થવામાં તકલીફ પડી હતી. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી.

જોકે, હાલમાં અમદાવાદ શહેરમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે અને લોકો વરસાદી માહોલનો અનુભવ કરી રહ્યા છે. આગામી સમયમાં અમદાવાદમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, તેના પર સૌની નજર રહેશે.