સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ચાંદલોડિયામાં ચાઇનીઝ લાઇટો સામે માટીના દીવડાની લડાઈ, કુંભારોનો ચાકડો ચાલુ રાખવાની અપીલ

અમદાવાદના ચાંદલોડિયામાં ચાઇનીઝ લાઇટો સામે માટીના દીવડાની લડાઈ, કુંભારોનો ચાકડો ચાલુ રાખવાની અપીલ

દિવાળી નજીક આવતાં બજારોમાં 'લોકલ ફોર વોકલ'ના નારા ગુંજે છે, પરંતુ ચાઇનીઝ લાઇટોનું આકર્ષણ હજુ પણ વધુ છે. અમદાવાદના ચાંદલોડિયા કુંભારવાડામાં કુંભાર પરિવારો દિવસ-રાત માટીના દીવડા બનાવવામાં વ્યસ્ત છે. તેઓ નદી કિનારેથી માટી લાવી, ચાકડા પર આકાર આપીને પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે.

એક સમયે દિવાળીમાં માટીના કોડિયાંની ભારે માંગ હતી, પરંતુ હવે ચાઇનીઝ લાઇટોને કારણે આ પરંપરાગત વ્યવસાય પર અસર પડી છે. તેમ છતાં, ઘણા લોકો આજે પણ માટીના કોડિયાંને શુભ માને છે અને દિવાળીમાં તેનો ઉપયોગ કરે છે.

કુંભારો માટે ચાકડો માત્ર માટી ફેરવવાનું સાધન નથી, પણ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય ચક્ર છે. ચાઇનીઝ પ્રોડક્ટ્સને બદલે સ્થાનિક દિવડા ખરીદીને આપણે ગરીબ પરિવારોને મદદ કરી શકીએ છીએ. આ સામાજિક જવાબદારી છે અને તેનાથી કુંભારોનો ચાકડો ચાલુ રહે છે.

આજે પણ સમાજમાં એવો વર્ગ છે જે માટીના કોડિયામાં જ દીવો પ્રગટાવવાને શ્રેષ્ઠ માને છે. તેમના કારણે જ આ દેશી વ્યવસાય ટકી રહ્યો છે. આપણે સૌએ સ્થાનિક કારીગરોને ટેકો આપવો જોઈએ જેથી તેમનું ચક્ર ચાલુ રહે.