અમદાવાદમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ક્રાઈમ બ્રાન્ચ, SOG અને વિવિધ પોલીસ સ્ટેશનના કુલ 951 NDPS આરોપીઓને એક જ સ્થળે એકત્ર કરવામાં આવ્યા હતા. તમામને એક બંધ મંડપમાં બેસાડીને પોલીસે કડક ચેતવણી આપી હતી. ડ્રગ્સના વેચાણથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતા નેટવર્ક સુધી પોલીસ હવે નજર રાખી રહી છે. વધુમાં, પોલીસ અધિકારીઓની કામગીરીમાં બેદરકારી જણાશે તો PI સામે પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસે 951 NDPS આરોપીઓને એક સ્થળે એકઠા કર્યા હતા. તેમને એક સાથે બેસાડવામાં આવ્યા અને પોલીસે કડક ચેતવણી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચ, SOG અને તમામ પોલીસ સ્ટેશનના NDPS આરોપીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. તેમને એક બંધ મંડપમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે આરોપીઓ હસતા મોઢે મંડપમાં ગયા હતા, પરંતુ બહાર નીકળ્યા ત્યારે લંગડા પગે નીકળતા જોવા મળ્યા હતા. ડ્રગ્સના નેટવર્ક, વેચાણ અને ડિજિટલ પ્લેટફોર્મ પર થતી ડીલિંગને લઈને પણ પોલીસ હવે સક્રિય બની છે.
વધુમાં, સ્થાનિક પોલીસની કામગીરીમાં ઢીલાશ કે ડ્રગ્સના વેપારમાં સંડોવણી સામે આવશે તો PI સામે પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. પોલીસની નજર માત્ર ડ્રગ્સના વેચાણકર્તાઓ સુધી સીમિત નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતા નેટવર્ક પર પણ છે. તપાસ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી અને ડીલિંગ માટે ઉપયોગમાં લેવાતા પાંચ ટેલિગ્રામ ગ્રુપ સામે આવ્યા છે. પોલીસ આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓ અને મિલકતો અંગેની વિગતો એકત્ર કરી રહી છે, જેથી કાયદાકીય જોગવાઈ મુજબ મિલકત જપ્ત કરવા સહિતની કડક કાર્યવાહી કરી શકાય.
અમદાવાદને ડ્રગ્સ મુક્ત બનાવવા શહેર પોલીસે લાલ આંખ કરી છે. નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણની સાથે હવે કફ સિરપના વેપલાને લઈને પણ પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં ઝોન 7 વિસ્તારમાં પોલીસે ખાસ ડ્રાઇવ યોજી ગાંજો તેમજ કફ સિરપના જથ્થા સાથે 6 આરોપીઓને ઝડપી લીધા હતા. વેજલપુર, સરખેજ, સેટેલાઇટ, વાસણા અને પાલડી સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે કુલ ચાર કેસ નોંધી છ આરોપીઓની ધરપકડ કરી છે. આનંદનગર વિસ્તારમાંથી 480 નંગ કફ સિરપ સાથે પાવન સોની અને મહેબૂબ ખલીફાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ, રોકડ અને વાહન સહિત અંદાજે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી તરફ વેજલપુરમાંથી 69 નંગ કફ સિરપ સાથે ઇમરાન મન્સુરી સહિત બે આરોપીઓની ધરપકડ કરી 1 લાખ 62 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેજલપુરમાંથી 427 ગ્રામ ગાંજા સાથે મેહરાબખાન પઠાણ અને વાસણામાંથી 97 ગ્રામ ગાંજા સાથે ઇર્શાદઅલી સૈયદને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે 951 NDPS આરોપીઓને એકઠા કરી કડક ચેતવણી આપી છે. તેઓ ડ્રગ્સના વેચાણથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતા નેટવર્ક સુધી નજર રાખી રહ્યા છે. જો સ્થાનિક પોલીસની કામગીરીમાં ઢીલાશ કે ડ્રગ્સના વેપારમાં સંડોવણી જણાશે, તો PI સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. પોલીસ ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતા નેટવર્ક પર સક્રિયપણે નજર રાખી રહી છે. તપાસ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા પાંચ ટેલિગ્રામ ગ્રુપ સામે આવ્યા છે.
અમદાવાદ પોલીસ નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણની સાથે હવે કફ સિરપના વેપલાને લઈને પણ એક્શનમાં આવી છે. ઝોન 7 માંથી ગાંજા અને કફ સિરપ સાથે 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે.