અમદાવાદમાં વાહન પાર્ક કરવું હવે મોંઘું બની શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં 20થી 25 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરી છે.
શહેરમાં છેલ્લા 10 વર્ષથી પાર્કિંગના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. હવે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઓફ-સ્ટ્રીટ અને મલ્ટિલેવલ પાર્કિંગના નવા દર પણ નક્કી કરવામાં આવ્યા છે.
નવા પાર્કિંગ ચાર્જ અલગ-અલગ ઝોન અને વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
હવે આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ જ નવા પાર્કિંગ દર અમલમાં આવશે. એટલે કે હાલમાં જૂના દર જ લાગુ રહેશે.