સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નિર્ણયનગરમાં ફટાકડાની દુકાન પાસે આગ, ગેસ સિલિન્ડર ફાટ્યા

અમદાવાદના નિર્ણયનગરમાં ફટાકડાની દુકાન પાસે આગ, ગેસ સિલિન્ડર ફાટ્યા

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ત્રિસા હોસ્પિટલ નજીક બુધવારે (18 નવેમ્બર) ખુલ્લા મેદાનમાં આગ લાગી હતી. ફટાકડાની દુકાનની બરાબર પાછળ આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગની લપેટમાં આવતાં અહીં એક પછી એક ગેસના સિલિન્ડર ફાટ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી. જાનહાનિ કે નુકસાન અંગે ફાયર વિભાગ તરફથી સત્તાવાર માહિતી મળી નથી.