સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા ત્રણને કારે ટક્કર મારી, એક મહિલાનું મોત; ચાલક ફરાર

અમદાવાદના નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા ત્રણને કારે ટક્કર મારી, એક મહિલાનું મોત; ચાલક ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફૂટપાથ પર ઊંઘી રહેલા ત્રણ લોકોને એક ફોર્ચ્યુનર કારે અડફેટે લીધા છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય સ્કૂલ પાસે બની. કારનો ચાલક પૂરઝડપે વાહન ચલાવી રહ્યો હતો અને તેણે રસ્તાની બાજુમાં ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકોને ટક્કર મારી હતી. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાનું મોત નીપજ્યું. બે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરાએ જણાવ્યું કે ફૂટપાથ પર સૂતેલા લોકોને કારચાલકે અડફેટે લીધા છે. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કારમાંથી બિયરની બોટલ મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.