સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રી માટે જાહેરનામું: રાત્રે 12 પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ

અમદાવાદમાં નવરાત્રી માટે જાહેરનામું: રાત્રે 12 પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ

અમદાવાદમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને સમયમર્યાદા અંગેના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શહેરમાં 11થી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગરબા અને અન્ય કાર્યક્રમોમાં સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાત્રે 10થી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી રહેશે. જોકે, રાત્રે 12 વાગ્યા પછી માઇક, લાઉડસ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આયોજકોએ નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવું પડશે.

વધુમાં, નવરાત્રીના કાર્યક્રમો દરમિયાન સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. નક્કી કરાયેલી મર્યાદા કરતાં વધુ અવાજ ન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે.

હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, કોર્ટની આસપાસના સાઇલેન્સ ઝોનમાં પણ માઇક, લાઉડસ્પીકર કે અન્ય સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ રહેશે.

નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આયોજકોએ ખાસ કરીને રાત્રે 12 વાગ્યા પછી સાઉન્ડ સિસ્ટમ બંધ રાખવી પડશે. જાહેરનામાનો ભંગ થાય તો સંબંધિત તંત્ર દ્વારા પગલાં લેવાશે.