અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોપાલ ફાર્મ ખાતે યોજાનારા 'પરંપરા નવરાત્રી' ગરબા માટે તૈયાર કરવામાં આવેલો એસી ડોમ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાના સમયે ડોમ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી અને લાઇટિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી.
જોકે, કેટલાક કામદારો સ્થળ પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આખો ડોમ તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ધરાશાયી થયેલા ડોમના કાટમાળમાં ફસાયેલા કામદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. નવરાત્રીના ગરબા કાર્યક્રમ પહેલાં બનેલી આ ઘટનાએ આયોજનોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.