સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ઓનલાઇન ટેક્સી-રિક્ષાનું ભાડું અઢીથી ત્રણ ગણું, મુસાફરો પરેશાન

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ઓનલાઇન ટેક્સી-રિક્ષાનું ભાડું અઢીથી ત્રણ ગણું, મુસાફરો પરેશાન

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ઓનલાઇન ટેક્સી અને રિક્ષાના ભાડામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મુસાફરોએ 100થી 150 રૂપિયાના અંતર માટે 200થી 250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના પીક અવર્સ અને વહેલી સવારે ભાડું અઢીથી ત્રણ ગણું થઈ જતું હોવાથી ગરબાના ખેલૈયાઓ, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ઓગસ્ટ મહિનામાં સત્તાવાર રીતે ભાડામાં વધારો કરાયો હતો, જેનાથી મુસાફરોના ખિસ્સા પર પહેલેથી ભારણ હતું. ત્યારબાદ નવરાત્રિના તહેવાર દરમિયાન કેટલીક રાઈડમાં પ્રતિ કિલોમીટર 28થી 32 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. માંગ આધારિત ભાડા વધારાને કારણે સામાન્ય વિસ્તારોમાં જવા માટે પણ મુસાફરોએ વધુ પૈસા ચૂકવવા પડે છે.

વધુમાં, ઘણી રાઈડમાં ચાલકો ટિપ ઉમેર્યા વિના બુકિંગ સ્વીકારતા નથી અથવા ભાડે રાઈડ લેવામાં આનાકાની કરે છે. પરિણામે મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચવા માટે નાછૂટકે વધુ નાણાં ચૂકવવા પડે છે.