નવરાત્રીના ઉત્સવમાં મોડી રાત્રે ગરબા રમવા જતા લોકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રોની સેવા 14થી 19 ઓક્ટોબર દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ આ અંગે પ્રેસ નોટ બહાર પાડીને જાહેરાત કરી છે.
સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો સવારે 6:20થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે. નવરાત્રી દરમિયાન આ સમય રાત્રે 11થી 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
મેટ્રોનું વિસ્તૃત સમયપત્રક:
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ કોરિડોર (દર 30 મિનિટે):
વસ્ત્રાલ ગામથી પ્રસ્થાન: રાત્રે 11:30, 12:00, 12:30, 1:00, 1:30, 2:00
થલતેજ ગામથી પ્રસ્થાન: રાત્રે 11:42, 12:12, 12:42, 1:12, 1:42, 2:12
એ.પી.એમ.સી.થી કોટેશ્વર રોડ કોરિડોર (દર 30 મિનિટે):
એ.પી.એમ.સી.થી પ્રસ્થાન: રાત્રે 11:44, 12:14, 12:44, 1:14, 1:44, 2:14
કોટેશ્વર રોડથી પ્રસ્થાન: રાત્રે 11:37, 12:07, 12:37, 1:07, 1:37, 2:07
એ.પી.એમ.સી.થી સેક્ટર-1 (ગાંધીનગર) કોરિડોર (દર 60 મિનિટે):
એ.પી.એમ.સી.થી પ્રસ્થાન: રાત્રે 10:30, 11:44, 12:44
સેક્ટર-1થી પ્રસ્થાન: રાત્રે 10:38, 11:38, 12:38
છેલ્લી મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ રાત્રે 2:00 વાગ્યે અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ રાત્રે 2:12 વાગ્યે ઉપડશે. એ.પી.એમ.સી.થી કોટેશ્વર રોડ તરફ છેલ્લી ટ્રેન રાત્રે 2:14 વાગ્યે અને કોટેશ્વર રોડથી એ.પી.એમ.સી. તરફ રાત્રે 2:07 વાગ્યે ઉપડશે. એ.પી.એમ.સી.થી સેક્ટર-1 તરફ છેલ્લી ટ્રેન રાત્રે 12:44 વાગ્યે અને સેક્ટર-1થી એ.પી.એમ.સી. તરફ રાત્રે 12:38 વાગ્યે ઉપડશે.
ટિકિટના નિયમો:
લંબાવવામાં આવેલા સમય દરમિયાન મુસાફરી માટે ફક્ત ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ થશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રી દરમિયાન મોડી રાત્રે ગરબા પંડાલ અને પાર્ટી પ્લોટથી ઘરે પરત ફરતા લોકોને વાહનવ્યવહારની સમસ્યા ન પડે તે માટે GMRCએ આ નિર્ણય લીધો છે.