સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ખામીયુક્ત મકરબા બ્રિજની તપાસ કરનારી એજન્સી પોતે જ બ્રિજ બનાવનારી, લોકોમાં રોષ

અમદાવાદ: ખામીયુક્ત મકરબા બ્રિજની તપાસ કરનારી એજન્સી પોતે જ બ્રિજ બનાવનારી, લોકોમાં રોષ

અમદાવાદમાં 96 કરોડથી વધુના ખર્ચે બનેલા મકરબા રેલવે ઓવરબ્રિજની ખામીઓનો અભ્યાસ કરાવવામાં આવશે. પરંતુ આ અભ્યાસની જવાબદારી જે કન્સલ્ટન્ટ એજન્સીને સોંપવામાં આવી છે, તે જ એજન્સી (ડેલ્ફ)એ આ બ્રિજ બનાવ્યો હતો. આથી લોકોમાં રોષ છે. પરીક્ષાર્થી પોતે પેપર તપાસે એવો આ ઘાટ છે.

મકરબા રેલવે ઓવરબ્રિજ 4 વર્ષને બદલે 6 વર્ષે માંડ તૈયાર થયો હતો. આ બ્રિજની ડિઝાઇન અંગે પહેલાં પણ વિવાદ થયો હતો. ચાર રસ્તા પર સીધો ઉતારો હોવાથી ભવિષ્યમાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા થઈ શકે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવાને બદલે કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી ફક્ત સ્પષ્ટીકરણ મંગાવવામાં આવ્યું છે. કારણો સામે આવ્યા બાદ તંત્ર આગળનો નિર્ણય લેશે તેવું જણાવાયું છે. આમ, સમય પસાર થતાં લોકો આ મુદ્દો ભૂલી જાય તેવું વલણ તંત્ર દાખવી રહ્યું હોવાની ચર્ચા છે.