સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: મણિનગરમાં LCBની કાર્યવાહી, 17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા

અમદાવાદ: મણિનગરમાં LCBની કાર્યવાહી, 17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા

અમદાવાદ શહેરમાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી સામે LCB ઝોન-6ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે મણિનગર વિસ્તારમાં ઝગડિયા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા બૂટલેગરોએ પોલીસથી બચવા કાર રસ્તા પર જ મૂકીને પગપાળા ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, LCBની ટીમે પીછો કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા શખ્સો રાજસ્થાન બોર્ડર પરથી આ વિદેશી દારૂનો મોટો જથ્થો શહેરમાં ઘુસાડી રહ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ₹17.31 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર નેટવર્કમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર તેમજ સ્થાનિક સ્તરે માલ મંગાવનારા અન્ય 4 બૂટલેગરો સહિત કુલ 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.