તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ખડગપુર (પશ્ચિમ બંગાળ) વચ્ચે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 02833/02834 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલ બંને દિશામાં મળીને કુલ બે ટ્રિપ કરશે. આ ટ્રેન ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોને જોડશે.
ટ્રેન નંબર 02833 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલ 23 ઑક્ટોબર, શુક્રવારે સવારે 9:40 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:10 વાગ્યે ખડગપુર પહોંચશે. ટ્રેન નંબર 02834 ખડગપુર–અમદાવાદ સ્પેશિયલ 21 ઑક્ટોબરે સવારે 5 વાગ્યે ખડગપુરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગડા, રાઉરકેલા અને ટાટાનગર સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 02833 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલનું બુકિંગ 22 ઑક્ટોબર, ગુરુવારે સવારે 8 વાગ્યાથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે આ વધારાની સુવિધા મળશે.