સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના જુહાપુરામાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, NCBની મોટી કાર્યવાહી

અમદાવાદના જુહાપુરામાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, NCBની મોટી કાર્યવાહી

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સ બનાવવાની એક ફેક્ટરીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન સિન્થેટિક ડ્રગ્સ’ હેઠળ NCB અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી.

જુહાપુરાની લબ્બૈક પાર્ક-2 સોસાયટીમાં આવેલી એક રહેણાક ઇમારતના બેઝમેન્ટમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સ્થળ પરથી 25 જુદા જુદા પ્રકારનાં કેમિકલ સહિત અંદાજે 130 કિલો રસાયણો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, આરોપી મુદ્દસર પઠાણના ડ્રોવરમાંથી પણ ડ્રગ્સ મળી આવ્યું હતું. ઘરમાં રાખેલી કાચની શીશીમાંથી 26.85 ગ્રામ એમડી ડ્રગ્સ અને પાવડર સ્વરૂપે 0.70 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સના કાળા કારોબારનું મધ્યપ્રદેશ સાથેનું જોડાણ પણ સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કની તપાસને વેગ આપવા માટે ગુજરાત એટીએસની પણ મદદ લેવામાં આવશે. NCB હવે ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, સપ્લાય નેટવર્ક અને આ કાળા કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ કરી રહી છે.