સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના જોધપુરમાં ₹15.90 કરોડનું નોલેજ હબ ખૂલ્યું, અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદના જોધપુરમાં ₹15.90 કરોડનું નોલેજ હબ ખૂલ્યું, અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹15.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નોલેજ હબનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું છે. આ સાથે આ નોલેજ હબ હવે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ નોલેજ હબનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચન અને પરીક્ષાની તૈયારી માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ કેન્દ્ર ઉપયોગી બનશે તેમ જણાવવામાં આવ્યું છે. અહીં સ્થાનિક તેમજ બહારથી આવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સંસાધનો અને સુવિધાઓ મળશે.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ નોલેજ હબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.