દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બિહારના ઝંઝારપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન સંખ્યા 09437/09438 અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે કુલ 4 ફેરા દોડશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) રહેશે, જેનાથી કન્ફર્મ ટિકિટ વિના મુસાફરી કરવા મજબૂર હજારો પ્રવાસીઓને સીધો લાભ મળશે.
અમદાવાદથી ઝંઝારપુર (09437): 6 અને 13 નવેમ્બર (શુક્રવાર)ના રોજ અમદાવાદથી રાત્રે 23:55 વાગ્યે રવાના થશે અને રવિવારે બપોરે 15:00 વાગ્યે ઝંઝારપુર પહોંચશે.
ઝંઝારપુરથી અમદાવાદ (09438): 8 અને 15 નવેમ્બર (રવિવાર)ના રોજ ઝંઝારપુરથી સાંજે 17:00 વાગ્યે ઉપડશે અને મંગળવારે સવારે 09:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સિહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર ઊભી રહેશે.