સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ધોધમાર વરસાદ: ઉસ્માનપુરા અને હેલ્મેટ સર્કલ પર ગોઠણ સમું પાણી, અંડરપાસ બંધ

અમદાવાદમાં ધોધમાર વરસાદ: ઉસ્માનપુરા અને હેલ્મેટ સર્કલ પર ગોઠણ સમું પાણી, અંડરપાસ બંધ

અમદાવાદમાં શુક્રવારે આકાશમાં કાળા વાદળો છવાઈ જવાને કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદને કારણે હેલ્મેટ સર્કલ અને ઉસ્માનપુરા રોડ પર ગોઠણ સમું પાણી ભરાયું હતું. જેથી આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને પોતાના વાહનો લઈને નીકળવામાં તકલીફ પડી રહી હતી. આ ઉપરાંત વાહનચાલકોની સુરક્ષા માટે ઉસ્માનપુરા અંડરપાસને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોએ સાવચેતી રાખવાની અને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.