સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ભારે વરસાદ: બોપલ-શીલજથી જમાલપુર સુધી પાણી ભરાયાં, શાળાના બાળકો અને નોકરિયાતો ફસાયા

અમદાવાદમાં ભારે વરસાદ: બોપલ-શીલજથી જમાલપુર સુધી પાણી ભરાયાં, શાળાના બાળકો અને નોકરિયાતો ફસાયા

અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદ પડી રહ્યો છે. આજે સવારે કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શાળાએ જતા બાળકો અને નોકરિયાતો રસ્તામાં જ ફસાઈ ગયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા.

બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. સરખેજ, મકરબા, નારોલ અને વટવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી.

ધોધમાર વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. કેટલીક કંપનીઓની બસ બગડતાં નોકરિયાતો માટે મુશ્કેલી સર્જાઈ હતી. કંપની પહોંચે તે પહેલાં જ તેઓ પલળી ગયા હતા. બીજી બાજુ શાળાએ જતા બાળકો પણ વર્ગમાં પહોંચે તે પહેલાં પલળી ગયા હતા. ઘણા વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.