અમદાવાદમાં શનિવારે (19 સપ્ટેમ્બર) મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો.
દિવસભર હળવું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ થતાં સમગ્ર શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પરથી પાણી ફરી વળ્યું હતું.