સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના ગોતામાં નવું અર્બન હેલ્થ સેન્ટર શરૂ, અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદના ગોતામાં નવું અર્બન હેલ્થ સેન્ટર શરૂ, અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદના ગોતા વિસ્તારમાં નવું અર્બન હેલ્થ સેન્ટર શરૂ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. આ કેન્દ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ગોતા તેમજ આસપાસના વિસ્તારોના રહીશોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

લોકાર્પણ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે અન્ય વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યાં હતાં.

આ અર્બન હેલ્થ સેન્ટર શહેરી વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી પ્રાથમિક સારવાર અને આરોગ્ય સંબંધિત સેવાઓ મળી રહે તે માટે ઉપયોગી થશે. સ્થાનિક રહીશોને હવે નજીકમાં જ આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

આ ઉપરાંત અમિત શાહે અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું લોકાર્પણ કર્યું હતું અને ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું.