અમદાવાદમાં ગ્રાહકોને આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચવાની ગેરરીતિ સામે આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મોટું પગલું લીધું છે. હવે બજારમાં વ્યાપક ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અસલી આઈસ્ક્રીમ શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે. પરંતુ કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવા માટે આઈસ્ક્રીમના બદલે સસ્તા ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરે છે. આ ફ્રોઝન ડેઝર્ટમાં દૂધના ફેટની જગ્યાએ હાનિકારક વનસ્પતિ ઓઇલ અને વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે, જેથી ગ્રાહકો છેતરાય છે અને તેમના સ્વાસ્થ્યને જોખમ થાય છે.
આ ગેરરીતિ અટકાવવા માટે આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. ચેકિંગ દરમિયાન ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ તરીકે વેચતા મળી આવતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા વેપારીઓ સામે અંકુશ આવશે અને નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થશે.