સત્ય. સાહસ. સંકલ્પ.

દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગની તપાસ, ગાંઠિયા રથ સીલ કરાયો

દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગની તપાસ, ગાંઠિયા રથ સીલ કરાયો

દશેરાના તહેવાર પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સક્રિય થયું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમે ફાફડા અને જલેબી વેચતા વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને વપરાતા તેલની ચકાસણી કરવામાં આવી હતી.

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગાંઠિયા રથમાં ફૂડ વિભાગે તપાસ કરી હતી. ત્યાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. તેલની ગુણવત્તા ચકાસતી વખતે તેમાં TPC (ટોટલ પોલાર કમ્પાઉન્ડ)નું પ્રમાણ 32 નોંધાયું હતું. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર TPC 25 સુધી હોય તો તેલ ખાવા લાયક ગણાય છે, જ્યારે 25થી વધુ TPC હોય તો તે તેલ ખાવા લાયક રહેતું નથી. આથી 30થી વધુ TPC નોંધાતાં ફૂડ વિભાગે કાર્યવાહી કરીને ગાંઠિયા રથ એકમને સીલ કરી દીધું હતું.

ફૂડ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે લેબોરેટરીમાંથી લીધેલા ફાફડા-જલેબીના સેમ્પલ અનફિટ જણાશે તો સંબંધિત વિક્રેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.