અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ ફટાકડાના વેચાણ સામે કાર્યવાહી કરી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી ફટાકડાની 30 દુકાનો સીલ કરવામાં આવી છે.
AMCના જણાવ્યા મુજબ, ફટાકડાના વેચાણ માટે જરૂરી મંજૂરી અને સંબંધિત દસ્તાવેજોના પુરાવા રજૂ કરવા દુકાનદારોને સૂચના આપવામાં આવી છે. દુકાનદારો જરૂરી પુરાવા રજૂ કરે તો સીલ ખોલી આપવામાં આવશે.
આ કાર્યવાહી AMCને મળેલી ફરિયાદના આધારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગળની તપાસ અને કાર્યવાહી અંગે AMC તરફથી વધુ માહિતી આવે તેમ આ સમાચાર અપડેટ કરવામાં આવશે.