સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ નજીક AMC પ્લોટમાં આગ, 20 મિનિટમાં કાબૂ

અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ નજીક AMC પ્લોટમાં આગ, 20 મિનિટમાં કાબૂ

અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ નજીક આવેલા AMCના પ્લોટમાં બિલ્ડિંગ મટિરિયલ અને રો-મટિરિયલમાં આગ લાગી હતી. આ મટિરિયલ રોડ બનાવતી કંપની વિજય ઇન્ફ્રાનું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર ફાઇટર્સે બે ટેન્કર અને એક મિની ફાયરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, AMCના આ પ્લોટની આગળ ફટાકડાના સ્ટોલ માટે કરાયેલી ફાયર સેફ્ટીની વ્યવસ્થા પ્રાથમિક તબક્કે આગને કાબૂમાં લેવામાં ઉપયોગી સાબિત થઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ કયા કારણોસર લાગી અને AMCના પ્લોટમાં મટિરિયલ રાખવાની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉભા થયા છે.