સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની બાબતે ગોળીબાર, પાંચ ઘાયલ

અમદાવાદમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની બાબતે ગોળીબાર, પાંચ ઘાયલ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એમ્પાયર સ્કાયવ્યૂ એપાર્ટમેન્ટની બહાર બે જૂથ વચ્ચે મારામારી, તોડફોડ અને ગોળીબાર સુધીની ઘટના બની હતી.

આ ઘટનામાં 20થી 25 લોકોના ટોળાએ હુમલો કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્વબચાવમાં રાકેશ પટેલે હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી.

પોલીસે આ મામલે મિલન રબારી, મીત દેસાઈ, મૌલિક દેસાઈ અને રાહુલ દેસાઈ સામે ફરિયાદ નોંધી છે. ફટાકડા ફોડવાની ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ તપાસમાં વિવાદ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.