સત્ય. સાહસ. સંકલ્પ.

ધનતેરસે અમદાવાદમાં સોનું-ચાંદીનું ખરીદી થનાર 150 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા

ધનતેરસે અમદાવાદમાં સોનું-ચાંદીનું ખરીદી થનાર 150 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા

દિવાળી નજીક આવી રહી છે અને અમદાવાદની બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, સોના-ચાંદીના ઊંચા ભાવને કારણે સોની બજારમાં અપેક્ષા મુજબની રોનક જોવા મળતી નથી. બે વર્ષ પહેલાંની સરખામણીએ હાલ બજારમાં વેપાર 50થી 60 ટકા જેટલો થયો છે. સોનાના ભાવમાં સતત વધઘટ અને અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો મોટા દાગીના ખરીદવાનું ટાળી રહ્યા છે.

એક સમયે સોનાનો ભાવ પોણા બે લાખ રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચ્યો હતો, જે હાલ ઘટીને રૂ. 1.48 લાખ થયો છે. તેવી જ રીતે વર્ષની શરૂઆતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1.76 લાખ અને ચાંદીનો એક કિલોનો ભાવ રૂ. 3.86 લાખ સુધી પહોંચ્યો હતો, જે ઘટીને અનુક્રમે રૂ. 1.48 લાખ અને રૂ. 2.10 લાખ થયો છે. ભાવમાં ઘટાડો થયો હોવા છતાં અમદાવાદની સોની બજારમાં ખરીદીમાં વધારો જોવા મળ્યો નથી. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સોના-ચાંદીનું સ્થાનિક બજાર રૂ. 150 કરોડ આસપાસ રહેવાની ચર્ચા છે.

સોની વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ 80 ટકા ખરીદદારો પોતાના જૂના દાગીના આપીને તેની સામે નવું સોનું લઈ રહ્યા છે, જ્યારે માત્ર 20 ટકા લોકો જ નવું સોનું ખરીદી રહ્યા છે. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુભ ગણાતું હોવાથી લોકો શુકન પૂરતી ખરીદી તરફ વળ્યા છે. 9થી 18 કેરેટના હળવા વજનના દાગીના અને રૂ. 15થી 25 હજાર સુધીના સોના-ચાંદીના દાગીનાની માંગ વધારે જોવા મળી રહી છે.