અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં ટ્રાફિકમાં વાહન હટાવવાની બાબતે થયેલી બોલાચાલી બાદ 17 વર્ષીય સગીર અને તેના કાકા પર હુમલો થયો છે. આ ઘટના અદાવત સુધી પહોંચી છે. આક્ષેપ મુજબ, પાંચ શખ્સોએ દુકાનમાં ઘૂસીને સગીર અને તેના કાકા પર છરી વડે હુમલો કર્યો, જેમાં બંનેને ઈજાઓ પહોંચી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે વેપારી અમીન મન્સુરીએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ઈરફાન ઘાંચી, રિયાઝ શેખ, નૂર મહંમદ શેખ, ઈરફાન શેખ અને ઈકબાલ શેખ સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ ચાલુ છે.