તહેવારોમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદથી દરભંગા જતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 27મી નવેમ્બર, 2026 સુધી લંબાવ્યા છે. આ સાથે અન્ય કેટલીક સ્પેશિયલ ટ્રેનોના ફેરા પણ વધારવામાં આવ્યા છે. વધારાના ફેરા માટેની ટિકિટનું બુકિંગ 11મી સપ્ટેમ્બર, 2026થી શરૂ થશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ-દરભંગા સ્પેશિયલ:
ટ્રેન નંબર 09465 અમદાવાદ–દરભંગા સાપ્તાહિક સ્પેશિયલના ફેરા 27મી નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન નંબર 09466 દરભંગા–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલના ફેરા 30મી નવેમ્બર, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.
અન્ય સ્પેશિયલ ટ્રેનોના ફેરા પણ વધારાયા:
- ટ્રેન નંબર 04828 બાંદ્રા ટર્મિનસ–ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ: 4 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ: 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2026 સુધી.
- ટ્રેન નંબર 04728 વલસાડ–હિસાર સાપ્તાહિક સ્પેશિયલ: 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 04727 હિસાર–વલસાડ સાપ્તાહિક સ્પેશિયલ: 14 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 09045 ઉધના–મધુબની સાપ્તાહિક સ્પેશિયલ: 27 સપ્ટેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 09046 મધુબની–ઉધના સાપ્તાહિક સ્પેશિયલ: 28 સપ્ટેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 09151 ઉધના–મધુબની સાપ્તાહિક સ્પેશિયલ: 30 સપ્ટેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 09152 મધુબની–ઉધના સાપ્તાહિક સ્પેશિયલ: 2 ઓક્ટોબર, 2026 સુધી.
- ટ્રેન નંબર 09047 ઉધના–ઝંઝારપુર સાપ્તાહિક સ્પેશિયલ: 27 સપ્ટેમ્બર, 2026 સુધી.
- ટ્રેન નંબર 09048 ઝંઝારપુર–ઉધના સાપ્તાહિક સ્પેશિયલ: 28 સપ્ટેમ્બર, 2026 સુધી.
રૂટમાં ફેરફાર:
ન્યૂ વેસ્ટ કેબિન અને પ્રયાગરાજ જંકશન વચ્ચે કોરિડોર બ્લોકના કારણે ટ્રેન નંબર 09031/09032 20મી અને 22મી સપ્ટેમ્બર, 2026થી પ્રયાગરાજ જંકશનના બદલે સુબેદારગંજ સ્ટેશને રોકાશે.
બુકિંગની વિગત:
ટ્રેન નંબર 04828, 04728, 09045, 09151, 09047, 09031 અને 09465ના વિસ્તૃત ફેરા માટેનું બુકિંગ 11મી સપ્ટેમ્બર, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.