સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની અદાલતોમાં દિવાળી દરમિયાન કેસની સુનાવણી સ્થગિત રાખવા બાર એસોસિયેશનની રજૂઆત

અમદાવાદની અદાલતોમાં દિવાળી દરમિયાન કેસની સુનાવણી સ્થગિત રાખવા બાર એસોસિયેશનની રજૂઆત

અમદાવાદની નીચલી અદાલતોમાં દિવાળી પર્વ પહેલાં એક મહત્ત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. 6 નવેમ્બરથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે, ત્યારે મોટા ભાગના વકીલો અને પક્ષકારો પોતાના વતન કે બહાર ગામ જતા હોય છે. આથી 6 અને 7 નવેમ્બરના રોજ તેઓ કોર્ટમાં હાજર રહી શકે નહીં.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિયેશન અને ગ્રામ્ય બાર એસોસિયેશન દ્વારા કોર્ટને રજૂઆત કરવામાં આવી છે કે, જે પક્ષકારો અને વકીલો હાજર ન રહી શકે તેમના કેસની કાર્યવાહી જે તે સ્ટેજે યથાવત્ રાખવામાં આવે.

રાજ્યના સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિયેશનના પ્રમુખ, સેક્રેટરી અને ગ્રામ્ય બાર એસોસિયેશનના સેક્રેટરીએ જણાવ્યું કે, ધનતેરસથી દિવાળીના તહેવારો શરૂ થાય છે અને લોકો પોતાના વતન તરફ ઉપડી જાય છે. તેથી વકીલો અને પક્ષકારો કોર્ટમાં હાજર રહી શકતા નથી.

એસોસિયેશનની રજૂઆત મુજબ, ધનતેરસ અને કાળી ચૌદશના રોજ પક્ષકારો કોર્ટમાં ગેરહાજર રહે તો તેમની સામે કોઈ કાર્યવાહી ન થાય તે માટે કેસની સુનાવણી જે તે સ્ટેજે રાખવાની વિનંતી કરવામાં આવી છે.