સત્ય. સાહસ. સંકલ્પ.

કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ માટે ગુજરાત સરકારે ફાળવ્યા ₹301 કરોડ

કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ માટે ગુજરાત સરકારે ફાળવ્યા ₹301 કરોડ

અમદાવાદમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ ગુજરાત સરકારે શરૂ કરી દીધી છે. આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની માટે રાજ્ય સરકારે ₹301 કરોડની ફાળવણી કરી છે.

રમતોના આયોજન માટે હોસ્ટ કોલોબ્રેશન એગ્રીમેન્ટ (Host Collaboration Agreement) કરવામાં આવ્યું છે અને જરૂરી હોસ્ટ ફીની ચુકવણી પણ સમયસર કરી દેવામાં આવી છે. આયોજનની પ્રક્રિયા વ્યવસ્થિત બનાવવા માટે સરકારે ઠરાવ પસાર કરીને 'અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઈઝેશન' નામની નવી કંપનીની રચના કરી છે.

આ માહિતી રમતગમત પ્રધાન અમિત ચાવડાએ વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. તેમણે જણાવ્યું કે આ પગલાંથી અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં મદદ મળશે અને રાજ્યમાં રમતગમતના વિકાસને પણ વેગ મળશે.