અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ચાંગોદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મટોડા GIDCમાં આવેલી એક ચોકલેટ ઉત્પાદન કંપનીમાં 6 નવેમ્બરે રાત્રે લગભગ 9:20 વાગ્યે આગ લાગી હતી. આગ લાગતાં જ કંપનીના પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે.
ચાંગોદર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, “મટોડા પાસે એક ચોકલેટ બનાવતી કંપનીમાં 6 નવેમ્બરે રાત્રે લગભગ 9:20 વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવાશે. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.”
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસ તથા ફાયર વિભાગની ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે.