અમદાવાદના ચીમનભાઈ પટેલ બ્રિજ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે 3 અને 4 નવેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન સાબરમતીથી વટવા સુધી પાયલોટિંગ અને સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ચીમનભાઈ પટેલ બ્રિજ પર સ્ટીલના બ્રિજને ખસેડવાની કામગીરી થવાની છે. આ સ્ટીલનો બ્રિજ મોટા કદનો અને વધુ વજન ધરાવતો હોવાથી, કામ દરમિયાન કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ન સર્જાય તે માટે બ્રિજ પરનો માર્ગ ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો સાબરમતી, વાડજ, ગાંધીઆશ્રમ, ગાયત્રી મંદિર, ચાંદખેડા અને રાણીપ તરફના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકે છે.
ભારે વાહનો માટે પાવર હાઉસથી RTO તરફ જવા માટે જનપથ ત્રણ રસ્તા, વિસત સર્કલ, ચાંદખેડા ચાર રસ્તા, ઝુંડાલ સર્કલ, ત્રાગડ અંડરપાસ, જગતપુર ઓવર બ્રિજ, ગોદરેજ ગાર્ડન ચાર રસ્તા, ન્યુ રાણીપ બ્રિજ, બલોલનગર ચાર રસ્તા અને રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા થઈને RTO સુધી પહોંચી શકાશે.
આ નિર્ણય જાનહાનિ ટાળવા માટે લેવામાં આવ્યો છે, જેથી બ્રિજ પર ચાલતી કામગીરી દરમિયાન સલામતી જળવાઈ રહે. વાહનચાલકોને વિનંતી છે કે તેઓ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને અગાઉથી પોતાની મુસાફરીનું આયોજન કરે.