સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદથી છપરા જવા માટે 14 નવેમ્બરે વન-વે સ્પેશિયલ ટ્રેન, બુકિંગ શરૂ

અમદાવાદથી છપરા જવા માટે 14 નવેમ્બરે વન-વે સ્પેશિયલ ટ્રેન, બુકિંગ શરૂ

તહેવારોની સિઝનમાં મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ અને છપરા વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ટ્રેન ઉત્તર ભારત તરફ જતા મુસાફરો માટે મદદરૂપ થશે.

ટ્રેન નંબર 09449 અમદાવાદ-છપરા વન-વે સ્પેશિયલ ટ્રેન 14 નવેમ્બર 2026, શનિવારના રોજ અમદાવાદ સ્ટેશનથી રાત્રે 01.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે રવિવારે બપોરે 14.10 કલાકે છપરા પહોંચશે.

આ ટ્રેન રસ્તામાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટૂંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડિહાર, ગાજીપુર સિટી અને બલિયા સહિત 18 સ્ટેશનો પર ઉભી રહેશે.

સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ટ્રેનની ટિકિટનું બુકિંગ 13 નવેમ્બર 2026થી રેલવેના તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી (IRCTC)ની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે.