અમદાવાદના ચંડોળા તળાવમાં હાલ પાણી નથી, તળાવ સૂકું છે. તેમ છતાં તળાવના મુખ્ય દરવાજા પાસે એએમસી દ્વારા 'પાણી ઊંડું છે, પ્રવેશ કરવો નહીં' એવું ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ બોર્ડ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જાણકારી મુજબ, અગાઉ આ તળાવ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોના કબજામાં હતું. ત્યારબાદ પ્રશાસને તેને મુક્ત કરાવ્યું અને હવે તળાવના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ઓછા વરસાદ અને નવીનીકરણને કારણે તળાવમાં પાણી ભરાયું નથી.
સ્થાનિક લોકો અને રાહદારીઓ આ બોર્ડ જોઈને અચંબામાં છે. તેમનું કહેવું છે કે પાણી ન હોવા છતાં આવું ભયજનક બોર્ડ લગાવવું યોગ્ય નથી. આ મામલે પ્રશાસનની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે.