અમદાવાદમાં ડ્રાઈવ-ઈન રોડ પર એક કારચાલકે ઝડપથી વાહન હંકારીને મોપેડ ચાલકને અડફેટે લીધો અને પછી મોપેડને લગભગ એક કિલોમીટર સુધી ઢસડી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કારનો નંબર GJ-16-AV-6665 હોવાનું સામે આવ્યું છે. સદનસીબે અકસ્માતમાં મોપેડ ચાલક બચી ગયો, પરંતુ મોપેડને ભારે નુકસાન થયું છે.
રસ્તા પરથી પસાર થતા બીજા વાહનચાલકોએ કારનો પીછો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં કારચાલકે ઝડપથી કાર ચલાવીને મોપેડને ઢસડતો એક કિલોમીટર સુધી લઈ જ ગયો.
ઘટના જોનારા લોકોએ કારચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.