સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં બાઈક પર જીવલેણ સ્ટંટ: ખભા પર બેસીને સ્ટંટ કરતા ત્રણ યુવકોની ધરપકડ

અમદાવાદમાં બાઈક પર જીવલેણ સ્ટંટ: ખભા પર બેસીને સ્ટંટ કરતા ત્રણ યુવકોની ધરપકડ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બાઈક પર જીવલેણ સ્ટંટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ત્રણ યુવકો એકબીજાના ખભા પર બેસીને જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. બાઈક ચાલકનું નામ અશોક રમેશભાઈ ઠાકોર છે, જ્યારે અન્ય બે યુવકોની ઓળખ અલ્કેશ હરીશભાઈ કનોજીયા અને મિતેશ કેતનભાઈ ઝાલા તરીકે થઈ છે. તમામ આરોપીઓ નાની હમામની પોળ, માતાવાળો ખાંચો, ઘી-કાંટા વિસ્તારના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં એલિસબ્રિજ પોલીસે નંબર પ્લેટના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની સામે ગુનો નોંધીને દાખલારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.