સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચાણ પર પ્રતિબંધ, મનપાનો કડક પરિપત્ર

અમદાવાદમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચાણ પર પ્રતિબંધ, મનપાનો કડક પરિપત્ર

અમદાવાદમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને રસ્તાઓ પર વધતા ગેરકાયદે દબાણોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે કડક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, હવે જાહેર રસ્તાઓ તથા ફૂટપાથ પર ફળ અને શાકભાજીના વેચાણ પર સજ્જડ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

એસ્ટેટ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે રસ્તા પર કે ફૂટપાથ પર લારીઓ ઊભી રાખીને વેચાણ કરતા તમામ એકમોને હવેથી ગેરકાયદે દબાણ ગણવામાં આવશે. આ નવા આદેશ મુજબ તમામ વેપારીઓએ ફરજિયાતપણે નિયત શાકભાજી માર્કેટની અંદર જ વેપાર કરવો પડશે, જેથી શહેરીજનોને રોજિંદા ટ્રાફિકજામની મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે.

ઉલ્લેખનીય છે કે, એબીપી અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેને પગલે નિદ્રાધીન એએમસી પ્રશાસન આખરે હરકતમાં આવ્યું છે. આ પગલાથી શહેરના રસ્તાઓ પરનું અતિક્રમણ ઘટવાની અને વાહનવ્યવહાર સુગમ બનવાની અપેક્ષા છે.