સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: AUDA વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને AMTS બસમાં મફત મુસાફરીની સુવિધા

અમદાવાદ: AUDA વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને AMTS બસમાં મફત મુસાફરીની સુવિધા

અમદાવાદ શહેરના ઔડા (AUDA) વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન હેઠળ, ઔડા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસોમાં મફત મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોએ ઔડા વિસ્તારમાં રહેતા હોવાનો માન્ય પુરાવો રજૂ કરવો પડશે, જેમ કે આધાર કાર્ડ, લાઇટ બિલ અથવા વેરા બિલ. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પાસ જારી કરવામાં આવશે, જેનાથી વરિષ્ઠ નાગરિકો શહેર અને ઔડા વિસ્તારમાં AMTS બસ દ્વારા વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

ઉપરાંત, ઔડા વિસ્તારમાં જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા માટે નવા બસ રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં શેલા વિસ્તારથી ઈસ્કોન અને થલતેજ સુધીના નવા AMTS રૂટનો સમાવેશ થાય છે. આ નવા રૂટથી શેલા અને આસપાસના વિકસતા વિસ્તારોના રહીશોને એસ.જી. હાઈવે તથા શહેરના મુખ્ય કેન્દ્રો સુધી પહોંચવામાં સગવડ મળશે.