સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ભાઈબીજે મહિલાઓને AMTS બસમાં મફત મુસાફરી, 11 નવેમ્બરે લાગુ

અમદાવાદમાં ભાઈબીજે મહિલાઓને AMTS બસમાં મફત મુસાફરી, 11 નવેમ્બરે લાગુ

અમદાવાદમાં ભાઈબીજના પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)એ શહેરની મહિલાઓ માટે ખાસ સુવિધાની જાહેરાત કરી છે. 11 નવેમ્બરના રોજ ભાઈબીજ હોવાથી શહેરની તમામ મહિલાઓ AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.

AMTS કમિટીના ચેરમેને જણાવ્યું કે તહેવારો દરમિયાન મહિલાઓને જાહેર પરિવહનનો લાભ મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈઓને તિલક કરવા અને પરિવારજનોને મળવા માટે શહેરમાં અવરજવર કરે છે. આ સમયે મફત બસ મુસાફરીની સુવિધાથી તેમને આર્થિક રાહત થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ રક્ષાબંધનના દિવસે પણ AMTSએ મહિલાઓને નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપી હતી. તે દિવસે અંદાજે 82 હજાર મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો હતો. AMTSના ચેરમેનના જણાવ્યા મુજબ, ભાઈબીજના દિવસે આ યોજના પ્રથમ વખત લાગુ કરવામાં આવી રહી છે.