સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર અમદાવાદની હવા ઝેરી: ચાર વિસ્તારોમાં AQI 200 પાર, સરેરાશ 180

દિવાળી પર અમદાવાદની હવા ઝેરી: ચાર વિસ્તારોમાં AQI 200 પાર, સરેરાશ 180

દિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્થિતિમાં પહોંચ્યું છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયો છે, જ્યારે હેબતપુર, શાંતિગ્રામ, સોલા અને થલતેજ વિસ્તારોમાં AQI 200ને પાર જતાં હવા અત્યંત ખરાબ શ્રેણીમાં મૂકાઈ ગઈ છે.

કેન્દ્રીય પ્રદૂષણ મોનિટરિંગ આંકડા અનુસાર આ ચાર વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. શહેરનો સરેરાશ AQI 180 હોવા છતાં રાત્રિ દરમિયાન થતી આતશબાજી અને પટાકડાના ધુમાડાને કારણે પ્રદૂષણ હજુ વધુ વધી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઝેરી હવાનું વધતું પ્રમાણ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં વિશેષ એડવાઈઝરી બહાર પાડવામાં આવે અને સ્થાનિક પ્રશાસન પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં ભરે તે જરૂરી બન્યું છે.