અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે શહેરમાં સાત આધાર સેવા કેન્દ્રો રવિવારે પણ ખુલ્લા રહેશે. આ કેન્દ્રો સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
આ નિર્ણય એવા નાગરિકોને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેઓ કામકાજના દિવસોમાં આધાર સંબંધિત કામ માટે સમય ફાળવી શકતા નથી. તેમાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને વેપારીઓનો સમાવેશ થાય છે. આ લોકો રવિવારે પોતાના કામ પૂરા કરી શકશે.
શહેરના સાતેય ઝોનમાં એક-એક કેન્દ્ર રવિવારે કાર્યરત રહેશે. નાગરિકો આ કેન્દ્રો પર આધાર સંબંધિત ઉપલબ્ધ સેવાઓનો લાભ લઈ શકશે.
કેન્દ્રોની વિગત આ પ્રમાણે છે:
મધ્ય ઝોન: ગિરધરનગર વોર્ડ ઓફિસ, રચના સ્કૂલ પાસે, સિવિલ હોસ્પિટલની સામે, શાહીબાગ.
ઉત્તર ઝોન: રાજીવ ગાંધી ભવન, મેમ્કો ચાર રસ્તા પાસે, નરોડા રોડ, મેમ્કો.
પૂર્વ ઝોન: અમરાઈવાડી સબ ઝોનલ ઓફિસ, નેશનલ હેન્ડલૂમની બાજુમાં, સ્વસ્તિક ચાર રસ્તા, અમરાઈવાડી.
દક્ષિણ ઝોન: કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, મણિનગર ઝોનલ ઓફિસ, ફાયર સ્ટેશન સામે, રામબાગ, મણિનગર.
પશ્ચિમ ઝોન: રૂમ નં. 415, ચોથો માળ, મલ્ટી-લેવલ પાર્કિંગ, નવરંગપુરા બસ સ્ટેશનની બાજુમાં, નવરંગપુરા.
ઉત્તર પશ્ચિમ ઝોન: સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ સબ ઝોનલ ઓફિસ, ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, બોડકદેવ.
દક્ષિણ પશ્ચિમ ઝોન: મકતમપુરા સબ ઝોનલ ઓફિસ, APMC માર્કેટની બાજુમાં, વિશાલા ચાર રસ્તા પાસે, સરખેજ રોડ, મકતમપુરા.